આ પોર્ટલ પર કેવી રીતે કામ થશે? : Baanknet દ્વારા, તમે બેંકોની મિલકતની હરાજીમાં સીધા જ ભાગ લઈ શકશો અને આ માટે પોર્ટલ પર જાઓ, તમે જ્યાં મિલકત ખરીદવા માંગો છો તે શહેર પસંદ કરો. જે બાદ તમે જે મિલકત ખરીદવા માંગો છો તેનો પ્રકાર પસંદ કરો - જેમ કે કોમર્શિયલ, રેસિડેન્શિયલ, ફ્લેટ, ઘર, દુકાન વગેરે. કઈ શ્રેણીમાં પ્રોપર્ટી ખરીદવા માંગો છો તે પણ તમે પસંદ કરી શકો છો.