Chocolate Desert Recipe: ઓવન વગર માત્ર 3 સામગ્રીથી ઘરે બનાવો માર્કેટ જેવી ક્રીમી ચૉકલેટ ફજ

3 સામગ્રી ચૉકલેટ, કન્ડેન્સ્ડ મિલ્ક અને વેનિલાથી બનાવેલી આ ક્રિમી અને રિચ ચૉકલેટ ફજ દરેકને ખુશ કરી દે છે. ઓવનની જરૂર નથી, ઝડપથી બને છે અને બાળકોથી લઈને મોટા સુધી દરેકને ગમે છે!

| Updated on: Feb 04, 2026 | 11:27 AM
1 / 8
જો તમને ઓછા સમયમાં, ઓછી મહેનતથી બનતી સ્વીટ ડિશ રેસીપી જોઈએ છે, તો ૩-ઇન્ગ્રેડિયન્ટ 'ચોકલેટ ફજ' તમારા માટે એકદમ પરફેક્ટ છે. તહેવાર હોય, પાર્ટી હોય, મહેમાન અચાનક આવી જાય કે પછી મનમાં મીઠું ખાવાની ઇચ્છા થાય, દરેક પરિસ્થિતિમાં આ રેસીપી સાચી લાઈફસેવર સાબિત થાય છે.

2 / 8
આ ચૉકલેટ ફજ બનાવવાની ખાસિયત એ છે કે તેમાં ઓવનની જરૂર નથી, કોઈ મોંઘા સાધનોની જરુર નથી અને લાંબી તૈયારીની પણ જરુર નથી. આ રેસીપી માટે માત્ર ત્રણ જ સામગ્રી ચૉકલેટ, સ્વીટન્ડ કન્ડેન્સ્ડ મિલ્ક અને વેનિલા એક્સટ્રેક્ટ,જોઈએ. આ ત્રણ વસ્તુઓ સાથે સોફ્ટ અને રિચ ફજ બને છે કે એક ટુકડો ખાધા પછી બીજો ખાવાનું મન આપોઆપ થઈ જાય.

3 / 8
ચૉકલેટ ફજ બનાવવાની રીત સરળ છે. સૌથી પહેલા એક ચોરસ પેનમાં બટર પેપર અથવા એલ્યુમિનિયમ ફોઇલ પાથરો, જેથી પછી ફજ કાઢવી સહેલી રહે. હવે ધીમી આંચ પર પેનમાં ચૉકલેટ, કન્ડેન્સ્ડ મિલ્ક અને થોડું બટર નાખીને સતત હલાવતા રહો. થોડી જ મિનિટોમાં ચૉકલેટ પૂરી રીતે પીગળી ને સરસ ચમકદાર મિશ્રણ બની જશે.

4 / 8
હવે ગેસ બંધ કરીને તેમાં વેનિલા એક્સટ્રેક્ટ ઉમેરો. આ નાનું સ્ટેપ ફજના સ્વાદમાં મોટો ફેર લાવે છે. તૈયાર મિશ્રણને પેનમાં નાખી સરખું ફેલાવી દો. થોડીવાર રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો અને પછી ફ્રિજમાં 2 થી 3 કલાક માટે મૂકી દો.

5 / 8
જ્યારે ફજ સારી રીતે સેટ થઈ જાય, ત્યારે તેને નાના-નાના ચોરસ ટુકડામાં કાપી લો.

6 / 8
ઇચ્છા હોય તો ઉપરથી નટ્સ, ડ્રાયફ્રૂટ્સ કે થોડું સી સોલ્ટ છાંટી ને તેનો સ્વાદ વધુ ખાસ બનાવી શકો છો.

7 / 8
બાળકો હોય કે મોટા, ચૉકલેટ પ્રેમીઓને આ મીઠી ડેઝર્ટ ચોક્કસ ગમી જશે.

8 / 8
સરળ, ઝડપી અને દિલ જીતે એવી રેસીપી એકવાર જરૂર અજમાવો!