Breaking News : નવા વર્ષમાં બીજો મોટો ભૂકંપ, જાપાનમાં 6.7ની તીવ્રતાના ભૂકંપ બાદ સુનામીની ચેતવણી

|

Jan 13, 2025 | 7:25 PM

જાપાનના ક્યુશુ ટાપુ પર 6.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપ બાદ જાપાને સુનામીની ચેતવણી આપી છે. આ ભૂકંપથી હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિની ​​માહિતી નથી. આ વર્ષે અત્યાર સુધીનો આ બીજો મોટો ભૂકંપ છે. આ પહેલા તિબેટમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો.

1 / 5
જાપાનના ક્યુશુ ટાપુ પર 6.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ બાદ જાપાને સુનામીની ચેતવણી આપી છે. આ વર્ષે અત્યાર સુધીનો આ બીજો મોટો ભૂકંપ છે. આ પહેલા તિબેટમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો.

2 / 5
જાપાન હવામાન એજન્સી અનુસાર, દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 6.7 છે. આ ભૂકંપથી હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિની ​​માહિતી નથી.

3 / 5
દેશની હવામાન એજન્સી અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય મુજબ રાત્રે 9:19 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ-પશ્ચિમ ટાપુ ક્યુશુ હતું. આ ટાપુ તેમજ આસપાસના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જાપાનમાં વારંવાર ભૂકંપ આવે છે.

4 / 5
આ પહેલા 7 જાન્યુઆરીએ તિબેટમાં ભૂકંપે તબાહી મચાવી હતી. 7.1 ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં 126 લોકો માર્યા ગયા હતા. લગભગ 188 લોકો ઘાયલ થયા હતા.

5 / 5
તિબેટમાં 30 હજારથી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. એકલા શિગાત્સેમાં 3,609 ઇમારતો ધરાશાયી થઈ હતી. આ ભૂકંપ તિબેટના ડિંગરી કાઉન્ટીમાં આવ્યો હતો.

Published On - 7:16 pm, Mon, 13 January 25

Next Photo Gallery