Health Tips: શરદી થાય ત્યારે કાનમાં ખંજવાળ કેમ આવે છે? આ છે મુખ્ય કારણ- વાંચો

આપણે અવારનવાર જોયુ હશે કે જ્યારે શરદી થાય ત્યારે કાનમાં ખંજવાળ આવે છે. એક તો માણસ શરદીને કારણે પરેશાન હોય, નાક બંધ થઈ જતુ હોય, મોટી માત્રામાં છીંક આવે છે, અને સાથોસાથ કાનમાં પણ સળવળાટ અનુભવાય છે. આવુ થવાનું કારણ શું છે આવો જાણીએ.

| Updated on: Nov 01, 2026 | 10:10 PM
1 / 10
શરદી થાય ત્યારે કાનમાં ખજવાળ આવવાનું મુખ્ય કારણ યુસ્ટેશિયન ટ્યુબ (Eustachian tube) નામની એક નાની નળી છે, જે આપણા કાન અને ગળાના પાછળના ભાગને એકબીજા સાથે જોડે છે.

2 / 10
જ્યારે તમને શરદી થાય છે, ત્યારે નાક અને ગળાના ભાગમાં સોજો આવે છે અને કફ (મ્યુકસ) જમા થાય છે. આ સોજો યુસ્ટેશિયન ટ્યુબ સુધી પહોંચે છે.

3 / 10
નળી બંધ થવી: સોજાને કારણે આ નાની નળી બંધ કે બ્લોક થઈ જાય છે, જેથી કાનની અંદરની હવા અને પ્રવાહી બહાર નીકળી શકતા નથી.

4 / 10
દબાણમાં ફેરફાર: નળી બંધ થવાથી કાનના પડદાની પાછળ દબાણ (pressure) ઊભું થાય છે, જેના લીધે કાનમાં ભારેપણું, બંધ થઈ જવું અથવા તીવ્ર ખજવાળ જેવી સંવેદના અનુભવાય છે.

5 / 10
ચેતાતંતુઓ પર અસર: કાન, નાક અને ગળું એક જ ચેતાતંત્ર (nervous system) દ્વારા જોડાયેલા હોવાથી, ગળા કે નાકની બળતરા આપણને કાનમાં ખજવાળ તરીકે અનુભવાય છે.

6 / 10
રાહત મેળવવા માટેના સરળ ઉપાયો: ગરમ પાણીની વરાળ (નાસ) લો, જેથી નળીઓ ખુલશે.

7 / 10
નવશેકા ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરો. હાઇડ્રેટેડ રહેવા માટે પૂરતું ગરમ પાણી અથવા સૂપ પીઓ.

8 / 10
હાઇડ્રેટેડ રહેવા માટે પૂરતું ગરમ પાણી અથવા સૂપ પીઓ.

9 / 10
 કાનમાં ખજવાળ આવે ત્યારે ક્યારેય પણ ઈયર-બડ્સ, દીવાસળી કે કોઈ અણીદાર વસ્તુ કાનમાં નાખવી નહીં, તેનાથી કાનના પડદાને નુકસાન થઈ શકે છે.

10 / 10
જો આ સમસ્યા લાંબા સમય સુધી રહે અને કાનમાં દુખાવો કે પાણી નીકળવાનું શરૂ થાય, તો શું તમે કાન-નાક-ગળાના ડોક્ટર (ENT) ને બતાવવુ જોઈએ.

Follow Us
Loading...
Unable to load recommendations.