iPhone અને Android માં ઓનલાઈન ખરીદી વખતે કેમ દેખાય છે અલગ કિંમત ? જાણો ચોંકવાનારું કારણ
iPhone અને Android યુઝર્સ ઓનલાઈન ખરીદી કરતી વખતે અલગ-અલગ કિંમતો જોઈ શકે. આ પ્રથા ઘણી ઈ-કોમર્સ વેબસાઈટ અને પ્લેટફોર્મ પર જોવા મળી છે. આનું એક નિશ્ચિત નામ પણ છે, જ્યાં વેબસાઇટ્સ યુઝર્સના ઉપકરણ, સ્થાન, બ્રાઉઝિંગ ઇતિહાસ અને અન્ય પરિબળોના આધારે વિવિધ કિંમતો બતાવી શકે છે.
1 / 6
મોટાભાગના લોકો હાલમાં ઓનલાઈન શોપિંગ કરવા માટે ટેવાયેલા છે. ત્યારે મુદ્દો એ ચર્ચામાં આવ્યો છે કે, કયા કારણ થી iPhone અને Android માં ઓનલાઈન ખરીદી કરતી વખતે અલગ કિંમતો દેખાય છે.
2 / 6
iPhone યુઝર્સને ઘણીવાર પ્રીમિયમ ખરીદનાર ગણવામાં આવે છે, કારણ કે iPhones મોંઘા હોય છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ એ ઓળખી શકે છે કે iPhone યુઝર્સ ઉચ્ચ-મૂલ્યની પ્રોડક્ટ્સ ખરીદવા માટે વધુ વલણ ધરાવતા હોઈ શકે છે. આના કારણે iPhone યુઝર્સને એ જ પ્રોડક્ટ થોડી વધારે કિંમતે બતાવવામાં આવી શકે છે.
3 / 6
વેબસાઇટ્સ યુઝર્સના બ્રાઉઝર અને ઉપકરણોમાંથી ડેટા એકત્રિત કરે છે. આ ડેટાનો ઉપયોગ નક્કી કરવા માટે કરી શકાય છે કે કયા ગ્રાહકો વધુ ચૂકવણી કરવા માટે સક્ષમ છે.
4 / 6
આ સિવાય તમારા સ્થાનના આધારે કિંમત પણ બદલાઈ શકે છે. ઉદાહરણ તરીકે, મેટ્રો સિટીના યુઝર્સ ઘણીવાર વેબસાઇટ પર ઊંચી કિંમતો જોઈ શકે છે.
5 / 6
જો તમે કોઈ પ્રોડક્ટ પહેલાં વારંવાર જોઈ હોય, તો પ્લેટફોર્મ ધારી શકે છે કે તમે તેને ખરીદવામાં રસ ધરાવો છો. આ કારણે તે પ્રોડક્ટની કિંમત વધારીને તમને બતાવવામાં આવી શકે છે.
6 / 6
Android અને iPhone યુઝર્સ માટે વિવિધ ઑફર્સ અથવા કૂપન્સ ઉપલબ્ધ હોઈ શકે છે. એપ્સમાં iOS અને Android યુઝર્સને અલગ અલગ ડિસ્કાઉન્ટ બતાવવામાં આવી શકે છે. આ તમામ વેબસાઇટમાં નહીં પરંતુ ક્યારેક આ પ્રકારની ઘટના બનતી હોય છે જેને ટેકનિકલ ભાષામાં "ડાયનેમિક પ્રાઇસિંગ" કહેવામાં આવે છે.