Cyclone Biparjoy ના પગલે દ્વારકાનો દરિયો બન્યો તોફાની, જૂઓ Photos

|

Jun 10, 2023 | 12:43 PM

સતત દિશા બદલી રહેલા બિપોરજોય વાવાઝોડાએ હવે ગુજરાતની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની અસર વર્તાશે. વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાનની વચ્ચે જોવા મળી રહી છે.

1 / 5
બિપોરજોય વાવાઝોડું  સીવિયર સાયકલોન બન્યુ છે. પ્રતિ કલાક 9 કિમીની ઝડપે તે આગળ વધી રહ્યું છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના દરિયામાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.

2 / 5
સૌરાષ્ટ્રના દરીયા કિનારે આવેલા વિવિધ જિલ્લામાં વાવાઝોડાના પગલે એલર્ટ આપવામાં આવ્યુ છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર સજજ છે.

3 / 5
દરિયામાં મોજા ઊંચા ઉછળતા જોવા મળી રહ્યા છે. દ્વારકામાં દ્વારકાના ઓખા બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

4 / 5
દ્વારકાના દરિયો તોફાની બન્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અહીં તમામ ફીશીંગ બોટ કિનારા પર સલામત સ્થળે મુકવામા આવી છે. લોકોને દરિયાકિનારાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.

5 / 5
બીજીતરફ બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સિસ્ટમ સર્જાતા દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા છે.

Published On - 12:30 pm, Sat, 10 June 23

Next Photo Gallery