Dussehra 2022 : ભારતમાં આ જગ્યાઓ પર નથી થતુ રાવણ દહન, જાણો આ સ્થળ વિશે

|

Oct 03, 2022 | 5:42 PM

Dussehra Festival : થોડા દિવસમાં આખા દેશમાં હર્ષોઉલ્લાસથી દશેરાનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે રાવણ જેવા પૂતળા બનાવી તેનું દહન કરવામાં આવે છે. પણ કેટલીક એવી પણ જગ્યા છે જ્યાં રાવણ દહન નથી થતુ. ચાલો જાણીએ તે જગ્યાઓ વિશે.

1 / 5
ભારત ઉત્સવપ્રિય દેશ છે. હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. રામ નવમી પછી દશેરાનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. તેને વિજ્યાદશમી પણ કહેવામાં આવે છે. પણ ભારતમાં કેટલીક જગ્યા એવી છે જ્યાં રાવણ દહન નથી થતુ.

2 / 5
જોધપુર - આ પ્રખ્યાત શહેર રાજસ્થાનમાં સ્થિત છે. અહીં એક વિશેષ સમાજના લોકો પોતાની જાતને રાવણના વંશજ માને છે. તેથી અહીં રાવણ દહન નથી થતુ, જોધપુરમાં રાવણનું મંદિર છે. ત્યાં રાવણની પૂજા કરવામાં આવે છે.

3 / 5
કાકિનાડ - આ સ્થળ આંધ્રપ્રદેશમાં સ્થિત છે. અહીંના લોકો રાવણને શક્તિ સમ્રાટ માને છે. ત્યાં રાવણનું મંદિર પણ છે. આ મંદિરમાં શિવ સાથે રાવણની પૂજા કરવામાં આવે છે.

4 / 5
કોલાર - આ સ્થળ કર્ણાટકના સ્થિત છે. અહીંની માન્યતા એવી છે કે રાવણ ભગવાન શિવનો ભક્ત હતો. તેથી તેનુ દહન નથી થતુ , પણ મહાન શિવ ભક્તના રુપમાં તેની પૂજા કરવામાં આવે છે.

5 / 5
મંદસૌર - આ સ્થળ મધ્યપ્રદેશમાં સ્થિત છે. એવુ કહેવામાં આવે છે કે આ સ્થળ રાવણની પત્નીનું પિયર છે. એટલે કે મંદસૌર રાવણનું સાસરુ છે. તેથી તેના સમ્માનમાં રાવણ દહન કરવામાં આવતુ નથી. નવાઈની વાત તો એ છે કે અહીં રાવણની પૂજા કરવામાં આવે છે.

Next Photo Gallery