
દશેરાનો તહેવાર સચ્ચાઈની જીતનું પ્રતીક છે. આ અવસરે રાવણ દહન કરવામાં આવે છે. લોકો સાથે મળીને આ તહેવાર પર કેટલીક મીઠાઈનો આનંદ પણ માણી શકે છે.

શીરો - તે ઝડપથી બની જતી વાનગી છે, તેમાં સૂજી, ખાંડ, ઈલાયચી પાઉડર , સૂકા મેવા અને પાણીનો ઉપયોગ થાય છે.

ખીર - તે ભારતની એક પારંપરિક મીઠી વાનગી છે. તે ઘણા સારા સારા અવસરો પણ બનાવવામાં આવે છે.

માલપુઆ - તે દેશી ઘીમાં બનતી સ્વાદીસ્ટ મીઠાઈ છે. તેને રવા, મેદા, ખાંડ અને દૂધની મદદથી બનાવવામાં આવે છે.

શ્રીખંડ - તે એક હેલ્ધી અને ટેસ્ટી મીઠાઈ છે. તે દહીં, ખાંડ અને ઈલાયચી પાઉડરની મદદથી બનાવવામાં આવે છે.