
અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ આવતાં પૂર્વ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.

આઈ શ્રી ખોડિયાર મંદિર હાટકેશ્વર વાળો આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો.

દુકાનોમાં પાણી ઘુસ્યા હતા, જેને લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ભારે વરસાદને પગલે હાટકેશ્વર સર્કલ સ્વિમિંગ પુલમાં ફેરવાયો હતો.

ઠેર ઠેર વૃક્ષો પડી જતાં રસ્તા બંધ થઈ ગયા હતા તેમજ રામોલ કબ્રસ્તાનની દિવાલ રમકડાંની જેમ ધરાશાઈ થઈ ગઈ છે.