
વિશ્વની આ સૌથી ઊંચી ઈમારતની ઊંચાઈ 828 મીટર છે. એટલે કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કરતાં માત્ર 56 મીટર ઓછી છે. આ ઈમારત ઈન્વર્ટેડ Y આકારમાં બનાવવામાં આવી છે. જેના કારણે તેને વધારાની તાકાત મળે છે અને જમીન પર તેની પકડ મજબૂત રહે છે. આ ડિઝાઇનને કારણે તે ભારે પવનથી પણ પોતાને બચાવવામાં સફળ રહે છે.

આગથી બચવા માટે બુર્જ ખલીફામાં ખાસ સુવિધાઓ બનાવવામાં આવી છે. લિફ્ટ ઉપરાંત ઉપર ચઢવા માટે કોંક્રીટની સીડીઓ પણ ગોઠવવામાં આવી છે. ભૂકંપનો સામનો કરવા માટે આ ઈમારતમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઇમારત રિક્ટર સ્કેલ પર 7.0 ની તીવ્રતા સાથે ભૂકંપનો સામનો કરી શકે છે. સારી કનેક્ટિવિટી માટે, બુર્જ ખલિફાને તેની આસપાસની ઇમારતો સાથે પણ જોડવામાં આવી છે, જેથી બિઝનેસ વધી શકે.