
આ બસસેવાઓનું વાઈબ્રન્ટ સમિટના ભાગરૂપે સોમવાર 8મી જાન્યુઆરીથી ગિફ્ટ સિટીથી મહાત્મા મંદિર સુધી સંચાલન કરવામાં આવશે.એટલું જ નહીં, વાઈબ્રન્ટ સમિટ પછી સરખેજ-ગાંધીનગર-ગિફ્ટ સિટી રૂટ પર તેનું પ્રાથમિક સંચાલન નિગમ દ્વારા કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું લોન્ચિંગ કર્યું તે અવસરે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી, ગિફ્ટ સિટીના ચેરમેન ડો. હસમુખ અઢિયા, ગિફ્ટના એમ.ડી.તપન રે તથા વાહનવ્યવહાર અને બંદરો તથા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ, એસ.ટી. નિગમના વહીવટી સંચાલકશ્રી એમ.એ. ગાંધી અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે ગિફ્ટ સિટીની શોભા વધારવામાં મહત્વનો ફાળો આપ્યો છે.