
કાર્બોહાઇડ્રેટ ન લેવું: વજન ઘટાડવાનું શરૂ કરતા મોટાભાગના લોકો કાર્બોહાઇડ્રેટથી ભરપુર ખોરાકથી દૂર રહેવાની ભૂલ કરે છે. આ રીતે શરીરમાં પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. પોષક તત્વોની અછત ચક્કર અથવા નબળાઇનું કારણ બની શકે છે.

ભોજન છોડવું : વજન ઘટાડવા ઈચ્છતા મોટાભાગના લોકો ઝડપી પરિણામો માટે ભોજન છોડવાની ભૂલ કરે છે. ખોરાક છોડવાથી પોષક તત્વોની ઉણપ થાય છે અને તેના ઘણા ગંભીર ગેરફાયદા છે.

સપ્લિમેન્ટ્સ લેવું: કેટલાક લોકો વજન ઘટાડવામાં ઝડપી પરિણામ મેળવવા માટે સપ્લિમેન્ટ લેવાની ભૂલ કરે છે. તે ત્વરિત પરિણામો આપે છે પરંતુ તેના ઘણા ગેરફાયદા પણ છે જે પછીથી દેખાય છે.