
મધ લગાવો : મધમાં ઘા મટાડવાના ગુણ હોય છે. તે બળતરાને શાંત કરવામાં મદદ કરે છે, તેમજ અલ્સરને મટાડવામાં મદદ કરે છે. આ દઝાયેલી જીભના ભાગમાં રાહત આપશે અને સ્વાદને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી શકે છે. તેના માટે તમે અસરગ્રસ્ત જગ્યા પર એક ચમચી મધ લગાવો.

ઠંડુ પાણી પીવો : જો તમે અચાનક તમારા મોંમાં ગરમ ખોરાક નાખો અને તમારી જીભ બળી જાય તો તરત જ ઠંડુ પાણી પી લો. ઠંડુ પાણી પીવાથી જીભ પર થતી બળતરાથી રાહત મળે છે.

મીઠાના પાણીથી કોગળા : જો તમારી જીભ ગરમ ખાવા-પીવાને કારણે બળી જાય છે, તો મોંમાં બેક્ટેરિયાથી બચવા માટે મીઠાના પાણીથી ગાર્ગલ કરો. આમ કરવાથી જીભ દાઝી જવાથી થતી સમસ્યામાં રાહત મળે છે અને જીભ ઝડપથી ઠીક થઈ જાય છે.

મોઢાને ઠંડક આપતો ખોરાક ખાવ : જીભ દઝાઈ જવાની સ્થિતિમાં, મોંને ઠંડક આપતો ખોરાક લેવો જોઈએ. જેમકે આઈસ્ક્રીમ, દહીં, મિલ્કશેક,જેવી વસ્તુઓ મોંને રાહત આપે છે. તેમજ તે સ્વાદને ઝડપથી પુન:સ્થાપિત કરવા માટે ઉપયોગી છે.
Published On - 3:52 pm, Fri, 1 March 24