
વાસ્તવમાં, આકાશમાંથી માછલીઓનો વરસાદ પાછળનું સૌથી મોટું કારણ વાવાઝોડું માનવામાં આવે છે.

સમુદ્ર પાર કરતી વખતે અથવા સમુદ્રના તળની નજીક, વાવાઝોડું પાણીના ભયંકર તોફાનમાં ફેરવાય છે. પાણીના તોફાનને કારણે, પવન માછલીઓ, દેડકા જેવા પ્રાણીઓને ખેંચીને પાણીની સપાટી પર અથવા સમુદ્રની નજીક લઈ જાય છે.

તમને જણાવી દઈએ કે જેમ વાવાઝોડું જમીન પરથી હલકી વસ્તુઓને ઉડાડી દે છે, તેવી જ રીતે પાણીની નજીક ઉડતું વાવાઝોડું પાણીમાં રહેલા હળવા જીવો સાથે ઘણી વસ્તુઓને ઉપર ખેંચી લે છે.

વાવાઝોડા સાથે ઉડતા જીવો ક્યારેક આકાશમાં પહોંચે છે અને જ્યારે પવનની ગતિ ધીમી પડે છે, ત્યારે આ વાવાઝોડા આકાશમાં જ્યાં પણ હોય ત્યાં મુશળધાર વરસાદ સાથે માછલી અને દેડકા જેવા જીવને પણ નીચે પાડી દે છે.

આમ સમુદ્રમાંથી વાવાઝોડામા ખેચાંઈ આવેલા જીવો પવનની ગતિ ધીમી થાય છે ત્યારે જીવો વરસાદની સાથે જમીન પર પડે છે.