
રહસ્યમય વ્યક્તિત્વની સાથે-સાથે ઈમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા બીબી પર ઘણી વખત અલગ-અલગ રીતે મેલીવિદ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમજ હવે બુશરા બીબી પર ઈમરાન ખાનની સરકારને બચાવવા માટે મેલીવિદ્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

વિપક્ષનો આરોપ છે કે પોતાને પીર ગણાવતી બુશરા બીબી ઈમરાન ખાનના ઘરમાં મરઘીઓ સળગાવીને જિનોને ખુશ કરી રહી છે. ઈમરાન ખાનની પાર્ટીમાં 'ગોડમધર'નો દરજ્જો ધરાવતી બુશરા બીબી પર વિપક્ષોએ 3 અબજ રૂપિયાની લાંચ લેવાનો આરોપ પણ લગાવ્યો છે.