કેરીને તમે લાંબા સમય સુધી ઘરમાં સ્ટોર કરવામાં માગો છો ? તો તમે આ સરળ 5 રીત અપનાવો

|

May 03, 2023 | 2:11 PM

મોટાભાગના લોકોને કેરી ખાવાનું પસંદ હોય છે. આવી સ્થિતિમાં કેરીની સિઝન આવતાની સાથે જ લોકો વધુ પડતી કેરી ઘરે લઈ આવે છે. પરંતુ થોડા દિવસમાં કેરી સડવા લાગે છે. આવી સ્થિતિમાં, તમે કેરીને સરળતાથી સ્ટોર કરી શકો છો. જો તમે આ રીતે કેરીને સ્ટોર કરશો તો કેરીની ફ્રેશનેશ યથાવત રહેશે.

1 / 5
કેરીને કાપીને સ્ટોર કરો : કેરીને ઘણા દિવસો સુધી સંગ્રહિત કરવા માટે, કેરીની છાલ કાઢી, તેના મોટા ટુકડા કરી લો. હવે કેરી પર થોડોક ખાંડનો પાવડર છાંટીને બે થી ત્રણ કલાક માટે ફ્રીઝરમાં રાખો. પછી તેને ઝિપ લોક પોલિથીન બેગમાં અથવા એરટાઈટ કન્ટેનરમાં મુકી ફ્રીઝમાં રાખો.

2 / 5
અંધારામાં સ્ટોર કરો : જો તમે કાચી કેરી લાવ્યા હોય અને તમે તેને થોડા દિવસો પછી ખાવા માંગતા હોવ તો તમે તેને અંધારાવાળી જગ્યાએ રાખી શકો છો. આ રીતે કેરી સ્ટોર કરવાથી કેરી બગડતી નથી.

3 / 5
કેરીનો પલ્પ બનાવો :  કેરીને મહિનાઓ સુધી સ્ટોર કરવા માટે કેરીના પલ્પને બહાર કાઢીને મિક્સરમાં બ્લેન્ડ કરી લો. હવે તેને કાચની બોટલ અથવા કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં રાખો. લાંબા સમય પછી પણ તમે તેનો ઉપયોગ મેંગો શેક, શ્રીખંડ કે આઈસ્ક્રીમ કે મેન્ગો ડિલાઈ બનાવવા માટે કરી શકો છો.

4 / 5
કેરીના આઇસ ક્યુબ્સ બનાવીને રાખો :  ઑફ-સીઝનમાં કેરીનો આનંદ માણવા માટે, તમે કેરીને આઇસ ક્યુબ્સના રૂપમાં સ્થિર કરી શકો છો. આ માટે કેરીની પ્યુરી બનાવીને બરફની ટ્રેમાં મૂકો. તે થીજી જાય પછી, આ ક્યુબ્સને ઝિપ લોક બેગમાં મુકી ફ્રિઝમાં રાખો.

5 / 5
કાગળમાં લપેટીને રાખોઃ જો તમે કેરીને લાંબા સમય સુધી તાજી રાખવા માંગતા હોવ તો તેને કાગળમાં લપેટીને અંધારાવાળી જગ્યાએ સ્ટોર કરો. તેનાથી તમારી કેરી બગડશે નહીં અને કેરીની ફ્રેશનેસ પણ જળવાઈ રહેશે.

Next Photo Gallery