
જો કે, વાહનોની જેમ, ટ્રેનોની માઇલેજ પણ ઘણા ફેક્ટસ પર આધારિત છે ટ્રેનનું માઇલેજ સીધું કહેવું ઘણું મુશ્કેલ છે, કારણ કે ટ્રેનની માઇલેજ રૂટ, પેસેન્જર ટ્રેન, એક્સપ્રેસ અથવા ટ્રેનના કોચની સંખ્યા પર આધારિત છે.

કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે, જે ટ્રેનોમાં 24-25 કોચ હોય છે, તે ટ્રેનોમાં 1 કિલોમીટર માટે 6 લિટર ડીઝલનો ખર્ચ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે પેસેન્જર ટ્રેનોમાં ડીઝલનો ખર્ચ સુપર ફાસ્ટ ટ્રેનોની તુલનામાં વધુ છે. રેલ્વે પેસેન્જર ટ્રેનમાં 1 કિલોમીટરનું અંતર કાપવા માટે 5-6 લીટર ડીઝલ લાગે છે. તેનું કારણ એ છે કે આ ટ્રેનને અનેક સ્ટેશનો પર વારંવાર રોકવી પડે છે.
Published On - 12:38 pm, Mon, 20 March 23