TV9 GUJARATI | Edited By: Bipin Prajapati
Dec 15, 2022 | 3:52 PM
બીજ: આપણી આસપાસ ઘણા બધા ખાદ્ય બીજ છે જે ચરબીને બર્ન કરવાની ક્ષમતા ધરાવે છે. જેમા કોળુ, ફ્લેક્સસીડ(અળસી) અને ચિયા સીડ્સનો સમાવેશ થાય છે. જેમા ફાઈબર, ઓમેગા 3 અને વિટામિન્સની ભરપુર માત્રા જોવા મળે છે, જેનાથી મેટાબોલિક રેટમાં સુધારો કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે.
સુકા મેવા : બદામ, બ્રાઝિલ નટ્સ, પિસ્તા, અખરોટ, જરદાળુ અને કાજુ વજન ઘટાડવામાં અસરકારક માનવામાં આવે છે. આ સુકામેવામા ફાઈબર, પ્રોટીન અને સારી ચરબીથી ભરપૂર હોય છે, જેથી ઉચિત માત્રામા સુકામેવાનુ સેવન કરવાથી તે ફાયદાકારક નિવડે છે.
ફળો: સફરજન અને દ્રાક્ષ જેવા ફળોમાં વિટામિન A, B, C અને K હોય છે. જેના કારણે તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.
ગ્લુટન ફ્રી ગ્રેન્સ : જો તમે ઝડપી વજન ઘટાડવા માંગો છો તો તમારે ડાયટમા ગ્લુટન ફ્રી ગ્રેન્સનો સમાવેશ કરવો જોઈએ. આ ધાન્યમા ઓટ્સ , રાજમા, અને કઠોળનો સમાવેશ થાય છે.આ ખોરાકમા ઉચ્ચ પ્રોટીન અને ખનિજનો સમાવેશ થાય છે.