પગના દુખાવાની સમસ્યા દૂર કરવા માટે કરો આ યોગાસન, તરત મળશે દુખાવામાંથી રાહત

|

Aug 14, 2022 | 7:33 PM

Yoga Poses: કામકાજને કારણે દોડધામ ભરેલા જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. તે ઉપરાંત ખરાબ ડાયટ અને જીવનશૈલી અનેક સમસ્યાનું કારણ બને છે. ઘણા લોકોને નાની ઉંમરથી જ પગમાં દુખાવો શરુ થઈ જાય છે.

1 / 5
કામકાજને કારણે દોડધામ ભરેલા જીવનમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. તે ઉપરાંત ખરાબ ડાયટ અને જીવનશૈલી અનેક સમસ્યાનું કારણ બને છે. ઘણા લોકોને નાની ઉંમરથી જ પગમાં દુખાવો શરુ થઈ જાય છે.   કેટલાક યોગાસન દ્વારા તમે તમારા પગના દુખાવાને દૂર કરી શકો છો. દિવસમાં થોડો સમય આ યોગાસન માટે કાઢી તમે પગના દુખાવામાંથી રાહત મેળવી શકો છો.

2 / 5
સેતુબંધાસન - આ આસન કરવા માટે યોગા મેટ પર સીધા સૂઈ જાઓ. પગ વચ્ચે થોડું અંતર રાખો. હવે ઘૂંટણને વાળીને ફોટોમાં બતાવેલી સ્થિતિમાં આવો. આ સ્થિતિમાં થોડા સમય માટે રહો અને સામાન્ય સ્થિતિમાં ફરી આવો.

3 / 5
ઉત્તાનાસન - આ આસન કરવા માટે યોગા મેટ પર સીધા ઉભા રહો. પોતાના પગ વચ્ચે થોડું અંતર રાખો. ઘૂંટણને વાળયા વગર આગળની તરફ વળો. આ યોગાસનથી તમારી કમર અને પીઠને પણ ઘણો ફાયદો થશે.

4 / 5
બાલાસન - આ આસન કરવા માટે યોગામેટ પર પગના વાળીને બેસો અને તમારા શરીરના ઉપરના ભાગને નીચેની તરફ વાળો. હાથને આગળની તરફ કરો. અને શ્વાસોચ્છવાસની પ્રક્રિયા ચાલુ રાખો. થોડા સમય માટે આ સ્થિતિમાં રહી ફરી સામાન્ય સ્થિતિમાં આવો.

5 / 5
વિપરીતકરણી યોગ - આ આસન માટે યોગા મેટ પર સીધા સુઈ જાઓ. તમારા પગને ઉપરની તરફ ઉઠાઓ. 90 ડિગ્રીના ખૂણે તમારા પગને ઉઠાવો. તમારા હાથથી તમારી પીઠને સહારો આપો. માઠાના ભાગને જમીન પર રાખો. થોડા સમય આ સ્થિતિમાં રહી ફરી સામાન્ય સ્થિતિમાં આવો.

Next Photo Gallery