
વીરભદ્રાસન - વીરભદ્રાસન પણ તમારા મનને શાંત કરવામાં મદદ કરે છે. આ આસન કરવા માટે તમારા પગને ફેલાવીને ઊભા રહો. ફોટોમાં બતાવેલી મુદ્રામાં રહેવાનો પ્રયાસ કરો. ઘૂંટણને આગળની દિશામાં રાખવાનો પ્રયાસ કરો. હવે તમારા હાથ ફેલાવો અને ઊંડો શ્વાસ લો. થોડીક સેકન્ડો માટે આ મુદ્રામાં રહો અને પછી સામાન્ય સ્થિતિમાં પાછા આવો.

વજ્રાસન - માનસિક સ્વાસ્થ્ય માટે તમે વજ્રાસન કરી શકો છો. આ માટે યોગા મેટ પર બેસો. તમારા ઘૂંટણ વાળો અને તેના પર બેસો. ઘૂંટણનો સામેનો ભાગ બહારની તરફ હોવો જોઈએ. અંગૂઠા એકસાથે મળવા જોઈએ. તમારી કમરને સીધી રાખો. હાથ તમારા ઘૂંટણ પર મૂકો. આ દરમિયાન ઊંડો શ્વાસ લો. થોડીવાર આ મુદ્રામાં રહો અને પછી સામાન્ય સ્થિતિમાં પાછા આવો.
Published On - 8:49 pm, Tue, 12 July 22