મોર્ડન જમાનામાં મહેંદીની ડિઝાઇન્સ પણ હવે ઘણી સ્ટાઇલીશ થઇ ગઇ છે.કરવા ચોથમાં ચાળણીથી ચાંદને જોવાનું મહત્વ હોય છે. જેથી તમે પણ તમારી મહેંદી ડિઝાઇનમાં તેને સામેલ કરી શકો છો.
જો તમને વેસ્ટર્ન લૂક વાળી મહેંદી ડિઝાઇન્સ પસંદ છે તો તમે મહેંદી સાથે બ્લેક ડાઇ કલરથી આઉટલાઇન કરાવી શકો છો.બાકીની ડિઝાઇનને પોતાના પ્રમાણે ઓછી અને વધારે કરાવી શકો છો.
જો તમને એકદમ સિમ્પલ અને ભરેલા હાથ લાગે તેવી મહેંદી પસંદ છે તો તમે આ ડિઝાઇન કરાવી શકો છો.આ ડિઝાઇન દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે અને ડિઝાઇન બનાવવામાં પણ ખૂબ જ સરળ હોય છે.
તમે કરવા ચોથ પૂજા કરતી મહિલાવાળી મહેંદી ડિઝાઇન્સ પણ કરાવી શકો છો.કરવા ચોથ પર આ ડિઝાઇન તમારા હાથમાં ખૂબ જ વિશેષ લાગશે.
જો તમને ભરેલો હાથ લાગે તેવી ડિઝાઇન્સ પસંદ છે તો તમે આ ડિઝાઇન કરાવી શકો છો. આ ડિઝાઇનમાં થોડો સમય ચોક્કસ લાગે છે, પરંતુ તમારો મહેંદીવાળો હાથ અન્યના હાથ કરતા અલગ અને સુંદર જોવા મળશે.