
હવે જાણો દવાના પત્તા પર લાલ પટ્ટી કેમ હોય છે. લાલ રેખા મોટે ભાગે એન્ટિબાયોટિક અને કેટલીક અન્ય દવાઓના પત્તા પર જોવા મળે છે. આ લાઇનનો અર્થ છે કે, આ દવા ડૉક્ટરની સલાહ અથવા પ્રિસ્ક્રિપ્શન વિના ખરીદી શકાતી નથી.

દવાના પત્તા પર લાલ લાઇનનો અર્થ એ પણ છે કે તેનો ઉપયોગ પોતાની મરજીથી ન કરવો જોઈએ, આ વખતે સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને જાગૃત કરવા માટે એલર્ટ પણ જાહેર કર્યું હતું.

નિષ્ણાતો કહે છે કે, ખાલી પેટે દવા ન લેવાની સલાહ આપવામાં આવે છે. તેનું સૌથી મોટું કારણ પેટમાં બળતરા છે. કેટલીક દવાઓ એવી છે જેને જો ખાલી પેટ લેવામાં આવે તો પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી તેને ખાલી પેટે લેવાનું ટાળો. આ સિવાય દવાઓ હંમેશા પ્રિસ્ક્રિપ્શન મુજબ લેવી જોઈએ.