વિસ્ટાડોમ કોચમાં કરો આરામદાયક મુસાફરી, પૂણે-મુંબઈ ટ્રેનમાં શરૂ થઈ આ વિશેષ સુવિધા

|

Jul 26, 2022 | 11:32 PM

ભારતીય રેલવે યાત્રીઓની સુવિધાનું ધ્યાન રાખવાની પૂરેપૂરી તકેદારી રાખે છે. હાલમાં પૂણે-મુંબઈ પ્રગતિ એક્સપ્રેસમાં (Pune Mumbai train) વિસ્ટાડોમ કોચની સુવિધા શરુ કરવામાં આવી છે.

1 / 5
ભારતીય રેલવે ભારતના ખૂણે ખૂણે ફેલાયેલી છે. તે યાત્રીઓની સુવિધામાં વધારો કરવા નવા નવા ફેરફાર પણ કરી રહી છે. ભારતીય રેલવેના સેન્ટ્રલ રેલવે ઝોનને હાલમાં પૂણે-મુંબઈ પ્રગતિ એક્સપ્રેસમાં વિસ્ટાડોમ કોચની સુવિધા શરુ કરવામાં આવી છે. આ કોચમાં યાત્રા દરમિયાન તમે પ્રકૃતિના સુંદર દ્રશ્યોનો આનંદ માણી શકો છો. આ કોચમાં 360 ડિગ્રી વ્યૂઈંગ સિસ્ટમની સુવિધા છે.

2 / 5
આ ટ્રેનનો નંબર 12125 પ્રગતિ એક્સપ્રેસ છે જે દાદર, થાણે, પનવેલ, કર્જત, લોનાવાલા અને શિવાજી નગરના સ્ટેશન પર ઉભી રહતી હોય છે.   તે 25.07.2022 થી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી કાર્યરત છે. દરરોજ આ ટ્રેન 16.25 કલાકે ઉપડે છે અને તે જ દિવસે 19.50 કલાકે પુણે પહોંચે છે.

3 / 5
આ પ્રગતિ એક્સપ્રેસના વિસ્ટાડોમ કોચમાં 44 યાત્રીઓની બેસવાની જગ્યા છે. આમાં સુવાની સુવિધા નથી. તેમા હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને વાઈફાઈની સુવિધા પણ છે. આ ટ્રેનમાં બાયો-ટોયલેટ છે જેથી પાણી વેડફાઈ નહીં.

4 / 5
આ વિસ્ટાડોમ કોચમાં કાચની અગાસી, લાંબા વિન્ડો પેનલ, રોટેબલ સીટ, પુશબેક ખુરશી, મલ્ટીપલ ટેલીવિઝન સ્ક્રિન, જીપીએસ આધારિત ઈન્ફો સિસ્ટમ, સેરામિક ટાઈલસવાળા ટોયેલેટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.

5 / 5
સેન્ટરલ રેલવેમાં આ ટ્રેન સહિત 4 ટ્રેનો એવી છે જેમાં વિસ્ટાડોમ કોચની સુવિધા હશે. આ પહેલા મુંબઈ-મડગાવ જનશતાબ્દી એક્સપ્રેસ, મુંબઈ-પુણે એક્સપ્રેસ અને ડેક્કન ક્વીન એક્સપ્રેસમાં વિસ્ટાડોમ કોચ ઉમેરવામાં આવ્યા છે.

Next Photo Gallery