દેશના લાખો પેન્શનરોને કેન્દ્ર સરકારની Diwali ગિફ્ટ, આપ્યો આ મોટો આદેશ

|

Oct 31, 2024 | 10:52 AM

કર્મચારી મંત્રાલયના નિવેદન અનુસાર, હવે ફેમિલી પેન્શનરો સહિત કેન્દ્ર સરકારના પેન્શનરો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની વધુ રકમ મેળવવા માટે હકદાર છે.

1 / 6
કેન્દ્ર સરકારે દેશના લાખો પેન્શનધારકોને દિવાળીની ભેટ આપી છે. સરકારે બુધવારે પેન્શનરોને મોંઘવારી રાહતનો વધારાનો હપ્તો આપવાનો આદેશ જાહેર કર્યો છે. 16 ઓક્ટોબરે કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરોને ત્રણ ટકા મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR)ના વધારાના હપ્તાને મંજૂરી આપી હતી.

2 / 6
આ વધારો 1 જુલાઈ, 2024થી કરવામાં આવ્યો હતો. આવો તમને એ પણ જણાવીએ કે સરકાર દ્વારા કેવા પ્રકારનો આદેશ આપવામાં આવ્યો છે.

3 / 6
કર્મચારી મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે 30 ઓક્ટોબર, 2024ના રોજ તમામ કેન્દ્ર સરકારના પેન્શનરો/પરિવાર પેન્શનરો માટે એક આદેશ જાહેર કર્યો છે. નિવેદન અનુસાર, હવે ફેમિલી પેન્શનરો સહિત કેન્દ્ર સરકારના પેન્શનરો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની વધુ રકમ મેળવવા માટે હકદાર છે.

4 / 6
આ હેઠળ, તેમને તેમના મૂળભૂત પેન્શન/ફેમિલી પેન્શનના 50 ટકાને બદલે 53 ટકા મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત મળશે. આ વધારો 1 જુલાઈથી લાગુ થશે. એટલે કે પેન્શનધારકોને છેલ્લા ચાર મહિનાથી વધેલા ભથ્થાને કારણે બાકી રકમ મળશે. હાલમાં દેશમાં કેન્દ્ર સરકારમાંથી નિવૃત્ત થયેલા પેન્શનરોની સંખ્યા 65 લાખની આસપાસ છે. મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારાને કારણે કેન્દ્ર સરકાર પર 9448 કરોડ રૂપિયાનો બોજ વધશે.

5 / 6
16 ઓક્ટોબરે કેબિનેટના નિર્ણય બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપતા કહ્યું હતું કે સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો કર્યો છે. આ વધારો 3 ટકા થયો છે. જે બાદ મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત 50 ટકાથી વધીને 53 ટકા થઈ ગઈ છે.

6 / 6
દેશના 1.14 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને તેનો લાભ મળશે. જો કે, કોવિડ પછી આ પ્રથમ વખત છે જ્યારે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 3 ટકાનો વધારો કર્યો છે. અગાઉ સરકાર દ્વારા 4 ટકાનો વધારો આપવામાં આવતો હતો.

Next Photo Gallery