
સાપુતારામાં એડવેન્ચર એક્ટિવિટીને મંજૂરી મળવાથી સાપુતારાના પર્યટન ક્ષેત્રને નવી આશા મળી છે.આ નિર્ણયથી સાપુતારામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના જોવા મળી રહી છે.

રાજય સરકાર દ્વારા એડવેન્ચર એક્ટિવિટીને મંજૂરી આપી દીધી છે.જે આવકારદાયક નિર્ણય છે.પરંતુ સાપુતારામાં લાંબા સમયથી બંધ પડેલ બોટિંગ અને રોપવે અંગે પણ નિર્ણયો લઈ સુરક્ષાનાં ધોરણો સાથે વહેલી તકે ચાલુ કરવામાં આવે તો સાપુતારા ખાતે દિવાળીનાં વેકેશનને ચાર ચાંદ લાગશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.ત્યારે રાજય સરકાર આ અંગે સત્વરે નિર્ણય લે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે..