દિવાળી પર ફટાકડાથી કારને નુકશાન થાય તો ઇન્સ્યોરન્સ મળે ? જાણો શું છે નિયમ
જો તમારી પાસે કાર છે અને તમારી શેરીમાં પણ લોકો દિવાળી પર ફટાકડા ફોડે છે, તો આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે. ત્યારે ફટાકડાથી ક્ષતિગ્રસ્ત કાર માટે કંપની વીમા કવચ આપે છે કે નહીં. આ ઉપરાંત તમે કેવી રીતે દાવો કરી શકો છો અને કયા સંજોગોમાં તમારું ઇન્સ્યોરન્સ રદ કરવામાં આવે છે. તેના વિશે આ લેખમાં જાણીશું.
1 / 7
જો તમારી પાસે કાર છે અને તમારી શેરીમાં પણ લોકો દિવાળી પર ફટાકડા ફોડે છે, તો આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે. ફટાકડાથી ક્ષતિગ્રસ્ત કાર માટે કંપની વીમા કવચ આપે છે કે નહીં. તેના વિશે આ લેખમાં જાણીશું.
2 / 7
કાર વીમા પોલિસીના ત્રણ પ્રકાર છે, જેમાં થર્ડ-પાર્ટી કાર વીમો, સ્ટેન્ડઅલોન પોલિસી અને કોમ્પ્રીહેન્સીવ કાર વીમાનો સમાવેશ થાય છે. આગ અથવા બ્લાસ્ટને કારણે તમારી કારને થયેલ નુકસાન કોમ્પ્રીહેન્સીવ અને સ્ટેન્ડઅલોન કાર વીમા પોલિસીમાં આવરી લેવામાં આવે છે.
3 / 7
જો તમે તમારી કાર માટે વીમા કંપની પાસેથી ક્લેમ લેવા માગો છો, તો તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે. આ માટે કારમાં ક્ષતિ દેખાતા જ સૌથી પહેલા કાર ઈન્સ્યોરન્સ કંપની અને એજન્ટને જાણ કરવી જોઈએ.
4 / 7
સામાન્ય રીતે જો કારને આગથી નુકસાન થાય છે, તો વીમા કંપનીઓ એફઆઈઆર માંગે છે, આ અકસ્માતની તારીખ, સમય અને સ્થળની ચોક્કસ વિગતો જાણવામાં મદદ કરે છે. તેથી ઘટના બાદ FIR નોંધાવી જોઈએ.
5 / 7
જો ઇન્સપેક્શન પુષ્ટિ કરે છે કે તમારો દાવો સાચો છે, તો વીમા એજન્ટ દસ્તાવેજીકરણ શરૂ કરશે. એકવાર દસ્તાવેજીકરણ પૂર્ણ થયા બાદ વીમા એજન્ટ દાવો કવર કરે છે.
6 / 7
જો કારની બેટરીમાંથી સ્પાર્ક અથવા ઇલેક્ટ્રિકલ વાયરિંગ સિસ્ટમમાં કોઈપણ પ્રકારની ખામીને કારણે કારમાં આગ લાગી જાય, તો વીમાનો દાવો નકારવામાં આવે છે.
7 / 7
આ સિવાય જો AC અથવા LPG ગેસ કીટ બદલતી વખતે અથવા સેટિંગ દરમિયાન કોઈ ભૂલને કારણે આગ લાગે તો વીમા કંપની ક્લેમ રિજેક્ટ કરે છે. (Image - Getty Images)