શનિવાર નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર, અંતરિક્ષ યાત્રાની જોવા મળી ઝાંખી, જુઓ તસવીરો
આ મંદિરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિક્રમ સંવત 1905માં આસો વદ પાંચના રોજ થઇ હતી, લગભગ ત્યાંરથી દાદાને વિશેષ તહેવાર પર વિશેષ શણગાર કરવામાં આવે છે.
1 / 5
સાળંગુપુરના શ્રીકષ્ટભંજન દેવ હનુમાન મંદિરનો ઇતિહાસ લગભગ 175 વર્ષ જૂનો છે. આ મંદિરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા વિક્રમ સંવત 1905માં આસો વદ પાંચના રોજ થઇ હતી, લગભગ ત્યાંરથી દાદાને વિશેષ તહેવાર પર વિશેષ શણગાર કરવામાં આવે છે.
2 / 5
વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે સાળંગપુર દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા.
3 / 5
શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.13-01-2024ને શનિવારના રોજ કષ્ટભંજનદેવને અંતરિક્ષ યાત્રા દર્શનની ઝાંખી કરાવવામાં આવી હતી.
4 / 5
સવારે 5:30 કલાકે મંગળા આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા તથા સવારે 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલી.
5 / 5
મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે હનુમાન ચાલીસા યજ્ઞ એવં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો
Published On - 12:36 pm, Sat, 13 January 24