
ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. ચંદ્ર પૃથ્વીને કેન્દ્ર માનીને તેની આસપાસ ફરતો નથી. તેથી જ તેની વચ્ચેનું અંતર સમયાંતરે વધતું જ જાય છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે તે ભ્રમણકક્ષાનો આકાર અંડાકાર છે.

એવી સ્થિતિ પણ આવે છે જ્યારે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય છે. આને પેરીજી કહેવામાં આવે છે. પેરીજી વખતે ચંદ્ર પૃથ્વીથી આશરે 363,104 કિલોમીટર (225,623 માઇલ) દૂર છે. ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરમાં એક સાધન છે જે તેના અંતરને વધુ ચોક્કસાઈથી માપવામાં સક્ષમ હશે.