
સિયાચીન ગ્લેશિયર પર ચડવા માટે પ્રથમ 20 દિવ્યાંગ લોકોને તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ અંતિમ અભિયાન ટીમમાં આઠ લોકોની પસંદગી કરવામાં આવી હતી. આ ટીમે સિયાચીન બેઝ કેમ્પથી કુમાર પોસ્ટ સુધી આશરે 15,632 ફૂટની ઉંચાઈ પર ટ્રેકિંગ કર્યું છે, જે ખરેખર આશ્ચર્યજનક છે.

વિશ્વનું સૌથી ઉંચુ યુદ્ધભૂમિ ગણાતું સિયાચીન ગ્લેશિયર પૃથ્વીના સૌથી કઠોર વિસ્તારોમાંનું એક છે. જેનું તાપમાન માઇનસ 50 ડિગ્રી સેલ્સિયસ રહે છે. તમને જણાવી દઈએ કે, સિયાચીન ગ્લેશિયર હિમાલયની પૂર્વ કારાકોરમ રેન્જમાં આવેલુ છે, જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા સમાપ્ત થાય છે.

દિવ્યાંગ વ્યક્તિઓની ટીમનું નેતૃત્વ કરનાર ભૂતપૂર્વ પેરા ઓફિસર મેજર વિવેક જેકોબએ દિવ્યાંગોને મદદ કરવા માટે વિશેષ દળોના સંગઠન 'કોન્કર લેન્ડ એર વોટર' (CLAW) ની સ્થાપના કરી છે. જે આ પડકારરૂપ કાર્ય કરવામાં મદદ કરે છે.