
સમાચાર અનુસાર, શુક્રવારે આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા અને સતત ચોથા સપ્તાહે તેમાં વધારો થવાની સંભાવના છે. વૈશ્વિક બજારોમાં સકારાત્મક ભાવના વચ્ચે, ગુરુવાર, 23 જાન્યુઆરીએ રાષ્ટ્રીય રાજધાનીમાં સોનું 82,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયુ છે. વેપારીઓ અને રોકાણકારો હવે 28-29 જાન્યુઆરીએ યોજાનારી ફેડરલ રિઝર્વની બેઠક પર નજર રાખી રહ્યા છે.

અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 75,300 રૂપિયા ચાલી રહ્યો છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 82,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

દેશમાં એક કિલો ચાંદીનો ભાવ 96,500 રૂપિયા છે. ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.