Gujarati NewsPhoto galleryDiamond league final 2023 eugene neeraj chopra javelin throw defending title know streaming telecast details
Diamond League Final 2023: શું ડિફેન્ડીંગ ચેમ્પિયન નીરજ ચોપરા કરશે 90 મીટર થ્રોનો આંક પાર? જાણો ક્યા અને ક્યારે જોઇ શકાશે લાઇવ મેચ
હાલનો ઓલમ્પિક અને વિશ્વ જેવેલિન થ્રો ચેમ્પિયન નીરજ ચોપરા, અમેરિકાના યૂજીનમાં આયોજીત ડાયમંડ લીગ 2023 ફાઇનલમાં ભાગ લેનાર એક માત્ર ભારતીય ખેલાડી હશે. આ મેચ ભારતમાં લાઇવ જોઇ શકાશે. નીરજ સિવાય અન્ય બે ભારતીય ખેલાડી ડાયમંડ લીગની ફાઇનલ માટે ક્વોલિફાય થયા હતા પણ તેમણે એશિયન ગેમ્સને ધ્યાનમાં રાખી નામ પાછું ખેંચી લીધુ હતું. નીરજ આ ઇવેન્ટમાં ડિફેન્ડીંગ ચેમ્પિયન છે.
નીરજ ચોપરાએ 2022 ડાયમંડ લીગની ફાઇનલ ઇવેન્ટમાં જીત મેળવી હતી અને આ સિદ્ધિ હાંસલ કરનાર તે એકમાત્ર ભારતીય ખેલાડી છે.ગત મહિને બુડાપેસ્ટમાં નીરજ ચોપરાએ વિશ્વ ચેમ્પિયનશિપમાં સુવર્ણ પદક જીત્યો હતો. (PC: Reuters)
5 / 5
ડાયમંડ લીગ 2023ની ફાઇનલનું જીવંત પ્રસારણ ટીવી ચેનલ પર સ્પોર્ટ્સ 18 દ્વારા કરવામાં આવશે અને ફાઇનલનું લાઇવ સ્ટ્રીમિંગ જીઓ સિનેમાં પર કરવામાં આવશે. જેવેલિન થ્રો ઇવેન્ટની શરૂઆત ભારતીય સમય પ્રમાણે 17 સપ્ટેમ્બરે રાત્રે 12:50 વાગ્યે થશે. (PC:AP)