
થોડા વર્ષો સુધી કામ કર્યા પછી તેમણે નોકરી છોડીને પોતાનો વ્યવસાય શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર સાંભળવા મળ્યું છે કે ધીરુભાઈ અંબાણી 500 રૂપિયા લઈને બિઝનેસ કરવા મુંબઈ આવ્યા હતા.

ધીરુભાઈ અંબાણીએ સ્વતંત્ર ભારતનો પ્રથમ IPO લાવવાનું વિચાર્યું અને 10 રૂપિયાના શેરની કિંમતે 2.8 મિલિયન શેરનો IPO લોન્ચ કર્યો હતો. તે સમયે IPO સાત ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો.

ધીરુભાઈ અંબાણીએ 1955માં કોકિલાબેન સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રો અનિલ અંબાણી અને મુકેશ અંબાણી, બે પુત્રીઓ નીના અંબાણી અને દીપ્તિ અંબાણી છે.