
ધનતેરસના શુભ દિવસે લવિંગ સાથે જોડાયેલા કેટલાક ઉપાય તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે.

આ ઉપાયો કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં બરકત આવે છે. આવો જાણી લઈએ લવિંગના આ ઉપાયો વિશે.

ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની પૂજા દરમિયાન તમારે માતાજીને લવિંગની એક જોડી અર્પણ કરવી જોઈએ.

ધાર્મિક માન્યતાઓ અનુસાર આ નાનકડો ઉપાય કરવાથી તમને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે અને આર્થિક રીતે તમે સંપન્ન બની શકો છો.

ધનતેરસની રાત્રે લક્ષ્મી પૂજન પછી એક વાસણમાં કપૂર અને લવિંગ લઈને તેને સળગાવવા જોઈએ અને ત્યારબાદ આખા ઘરમાં તેનો ધુમાડો ફેલાવવો જોઈએ.

માન્યતાઓ અનુસાર આવું કરવાથી નકારાત્મક ઉર્જા ઘરથી દૂર થાય છે અને તમને ધન-ધાન્યની પ્રાપ્તિ થઈ શકે છે.

ધનતેરસની રાત્રે લક્ષ્મી પૂજા દરમિયાન લવિંગની જોડી માતા લક્ષ્મીને તમારે અર્પણ કરવી જોઈએ અને પૂજા પછી આ જોડીને એક લાલ કપડામાં બાંધીને પોતાના ઘરની તિજોરીમાં રાખી લેવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.