
આ વર્ષે અક્ષરધામ મંદિરમાં ભક્તો દ્વારા ભગવાનને કુલ 1221 શુદ્ધ શાકાહારી સાત્વિક વ્યંજનોના ભોગ લગાવવામાં આવશે. આ સિવાય પારંપરિક અનુષ્ઠાન જેમ કે લક્ષ્મીપૂજા, શરદ પૂજા, ગણેશ પૂજા, હનુમાન પૂજા હિન્દુ રીત-રીવાજો મુજબ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે બીએપીએસ સંસ્થાએ તાજેત્તરમાં જ અમેરિકાના રોબિન્સવિલેમાં આધુનિક દુનિયાનું સૌથી મોટુ હિન્દુ મંદિરનું નિર્માણ કર્યુ છે. આ સિવાય આગામી વર્ષની શરૂઆતમાં અબૂધાબીમાં એક ભવ્ય મંદિર સ્થાપિત કરવામાં આવશે, જ્યાં દિવાળીનો તહેવાર ખુબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવશે.