Photos : તૈયાર છે ભારતનું નવું સંસદ ભવન, આવી છે સંસદ ભવનની અંદરની ડિઝાઈન

|

Jan 20, 2023 | 4:38 PM

New Parliament Building : દેશની રાજધાનીમાં ભારતના નવા સંસદ ભવનનું કામ ઝડપથી થઈ રહ્યું છે. નવા સંસદના અંદરના હોલ તૈયાર થઈ ગયા છે. તેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

1 / 5
છેલ્લા કેટલાક વર્ષોથી નવા સંસદ ભવનનું બાંધકામ જોરશોરથી ચાલી રહ્યું હતું. દેશના સાંસદોથી લઈને સામાન્ય નાગરિક સુધી તમામને આ નવા સંસદ ભવનને અંદરથી જોવાની ઈચ્છા સતત વધી રહી છે. તેવામાં હાલમાં નવા સંસદ ભવનના અંદરના કેટલાક ફોટો સામે આવ્યા છે.

2 / 5
મળતી માહિતી અનુસાર, જાન્યુઆરીના અંત સુધી દેશનું નવું સંસદ ભવન બનીને સંપૂર્ણ તૈયાર થઈ જશે. ભારતના રાષ્ટ્રપતિ જાન્યુઆરીના અંતમાં સંયુક્ત સંબોધન કરીને નવા સંસદ ભવનું ઉદ્દઘાટન કરી શકે છે. ફોટોમાં જોવા મળતો હોલ લોકસભા સભ્યો માટે હોઈ શકે છે.

3 / 5
આ ફોટોમાં દેખાતો હોલ રાજ્યસભાના સભ્યો માટે હોઈ શકે છે. મળતી માહિતી અનુસાર, નવા વર્ષનું બજટ સત્ર નવા સંસદ ભવનમાં જ થશે. જોકે, આ અંગે કોઈ આધિકારિક નિવેદન આપવામાં આવ્યું નથી.

4 / 5
નવા સંસદ ભવનની આધારશિલા વડાપ્રધાન મોદીએ 10 ડિસેમ્બર, 2020ના રોજ મુકી હતી. નવું સંસદ ભવન જૂના સંસદ ભવનની પાસે જ છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, સંસદના તમામ સભ્યો માટે નવા સ્માર્ટ આઈડી કાર્ડ બનાવવાની કામગીરી શરુ થઈ ગઈ છે.

5 / 5
સંસદ ભવનનું બાંધકામમાં હમણા સુધી 26,045 મેટ્રિક ટન સ્ટીલ , 63,807 મેટ્રિક ટન સિમેન્ટ અને 9,689 ક્યૂબિક મીટર ફલાઈ એશનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Next Photo Gallery