
મોડલિંગની સાથે દીપિકા પાદુકોણે ફિલ્મોમાં પ્રવેશ કર્યો. અભિનેત્રીએ 'ઓમ શાંતિ ઓમ'થી નહીં પરંતુ કન્નડ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં દીપિકાનો લુક તેના મોડલિંગ સમય કરતા સાવ અલગ હતો. જ્યારે અભિનેત્રી 'ઓમ શાંતિ ઓમ'માં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

આજે તેની એક અલગ ઓળખ છે અને તેની એક્ટિંગે ઘણી ફિલ્મો (Films)ને યાદગાર બનાવી છે. આ જ કારણ છે કે આજે તે લાખો લોકોની પ્રેરણાસ્ત્રોત છે અને લોકો તેમના જેવા બનવાની ઈચ્છા રાખતા હોય છે.

ફિલ્મ 83ની વાત કરીએ તો રણવીર સિંહ કપિલ દેવનો રોલ કરી રહ્યો છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્ની રોમી દેવનો રોલ કરી રહી છે. જોકે ફિલ્મમાં દીપિકાનો રોલ નાનો છે.

83ની સ્ક્રીનિંગમાં દીપિકા પાદુકોણ ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે બ્લુ કલરનો પ્લંગિંગ નેકલાઇન ગાઉન પહેર્યું હતું. આ સાથે તેણે નેકપીસ પણ કેરી કર્યો હતો. જે તેના લુકને કોમ્પ્લિમેન્ટ કરી રહ્યો હતો.