Deaflympics 2022: ભારતની દીક્ષા ડાગરે ફાઇનલમાં યુએસ ગોલ્ફરને હરાવી ગોલ્ડ જીત્યો

|

May 12, 2022 | 4:01 PM

ભારતીય ગોલ્ફર દીક્ષા ડાગરે (Diksha Dagar) ડેફ ઓલિમ્પિક્સ (Deaflympics 2022)ની ગોલ્ફ સ્પર્ધાની ફાઇનલમાં અમેરિકાની એશલિન ગ્રેસને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિકમાં દિક્ષાનો આ બીજો મેડલ છે.

1 / 5
યુરોપીયન ટુર પર રમી રહેલી 21 વર્ષીય દિક્ષાએ મહિલા ગોલ્ફ ટુર્નામેન્ટની 'મેચ પ્લે' સિરીઝની ફાઇનલમાં પાંચ અને ચાર જીત મેળવી હતી. મતલબ કે જ્યારે દીક્ષા પાંચ હોલમાં જીતી હતી, ત્યારે ચાર હોલ બાકી હતા. (ફોટો- દિક્ષા ડાગર ઇન્સ્ટાગ્રામ)

2 / 5
દીક્ષાએ ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું અને લેડીઝ યુરોપિયન ટૂર પર વ્યક્તિગત ટાઇટલ જીત્યું હતું. તે લેડીઝ યુરોપિયન ટૂરમાં ટીમ ઈવેન્ટ જીતનારી ટીમનો પણ ભાગ રહી ચૂકી છે. (તસવીર-દીક્ષા ડાગર ઇન્સ્ટાગ્રામ)

3 / 5
2017માં Deaflympics માં પ્રથમ વખત ગોલ્ફનો સમાવેશ કરવામાં આવ્યો હતો, ત્યારે દીક્ષાએ સરળતાથી ફાઇનલમાં જગ્યા બનાવી હતી પરંતુ અમેરિકાની યોસ્ટ કીલીને તેને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ભારતીય ખેલાડીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. (ફોટો- દિક્ષા ડાગર ઇન્સ્ટાગ્રામ)

4 / 5
આ પહેલા દિક્ષા ડાગરે (Diksha Dagar) 2017માં સિલ્વર મેડલ જીત્યો હતો. આ ગેમ્સમાં બે મેડલ જીતનારી તે પ્રથમ ગોલ્ફર બની ગઈ છે. (ફોટો- દિક્ષા ડાગર ઇન્સ્ટાગ્રામ)

5 / 5
 દરમિયાન, ફ્રાન્સના માર્ગો બ્રેજોએ 2017ના બ્રોન્ઝ મેડલ વિજેતા નોર્વેના એન્ડ્રીયા હોવસ્ટીન હેલ્ગર્ડેને ત્રીજા પ્લેઓફમાં હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રીતે એન્ડ્રિયાનું બીજું મેડલ જીતવાનું સપનું પૂરું થઈ શક્યું નહીં. (સૌજન્ય ફેસબુક)

Published On - 3:40 pm, Thu, 12 May 22

Next Photo Gallery