
અમારી આખી ટીમ દયા ભાભીના પાત્રને શક્ય તેટલી વહેલી તકે શોમાં પાછું લાવવાનો પ્રયાસ કરી રહી છે.

અસિત મોદીએ આગળ કહ્યું, 'મેં દયાબેનના રોલ માટે કેટલીક અભિનેત્રીઓની પસંદગી કરી છે અને તમે તેમને ટૂંક સમયમાં મળશો.'

અસિત મોદી એ કહ્યું દિશાને શો છોડ્યાને પાંચ વર્ષ થઈ ગયા છે અને અમને હજુ પણ તેની યાદ આવે છે. તેણી તેના સાથી કલાકારો અને ક્રૂનું ખૂબ ધ્યાન રાખતી. અમારો ઉદ્દેશ્ય દિશા વાકાણી જેવી કલાકાર શોધવાનો છે.

થોડા અઠવાડિયા પહેલા, એક સૂત્રએ જણાવ્યું હતું કે અસિત મોદીએ દયાબેનની ભૂમિકા માટે એક અભિનેત્રીને સાઇન કરી છે. તેમને તેનું ઓડિશન ગમ્યું અને મોક શૂટ ચાલી રહ્યા છે. તે જ સમયે, આ વર્ષે જાન્યુઆરીમાં એક અપડેટ આવ્યું હતું કે દિશા વાકાણી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પાછી નહીં ફરે.

શોના નિર્માતા અસિત કુમાર મોદીએ પોતે શોમાં દયાબેન વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આખી ટીમ શોમાં આ પ્રતિષ્ઠિત પાત્રને પાછું લાવવામાં વ્યસ્ત છે. તેમણે એ પણ ખુલાસો કર્યો કે દિશા વાકાણી શોમાં પાછી ફરી રહી નથી પરંતુ કોઈ અન્ય અભિનેત્રી તેની જગ્યાએ લેશે.