ચહેરાની સુંદરતા વધારવાના ચક્કરમાં ઘણા લોકો શરીરના બાકીના ભાગનું ધ્યાન રાખવાનું ભૂલી જાય છે. ગળા પરની કાળાશ તમારી સુંદરતા ઘટાડી શકે છે. ચાલો જાણીએ તેને દૂર કરવાના ઘરઘથ્થૂ ઉપાયો.
બદામનું તેલના કેટલાક ટીપા ગળાના તે કાળાશવાળા ભાગ પર લાગાવીને હડવા હાથોથી તેની માલિશ કરીને તેને સૂકાવા દો. સતત કેટલાક દિવસ આ ઉપાય કરવાથી તમને તરત અસર જોવા મળશે.
ચણાના લોટમાં હળદર, લીંબુનો રસ અને દહીં ઉમેરીને તેનું મિશ્રણ તૈયાર કરીને ગળા પર લગાવો. તેને 15 મિનિટ સુધી એવી રીતે જ રાખીને સાદા પાણીથી ધોઈ નાંખો. અઠવાડિયામાં 2 વાર આ પ્રક્રિયા કરો, તેનાથી સારુ પરિણામ મળશે.
એલોવેરા જેલને ગળાના કાળા ભાગ પર 5 મિનિટ સુધી ઘસો. 30 મિનિટ સુધી એલોવેરા તે ભાગ પણ રાખ્યા બાદ તેને પાણીથી ધોઈ નાંખો. તેના થી ગળાની ત્વચાની કાળાશ દૂર કરવામાં મદદ મળશે.
બટાકાના ટૂકડા કરી, મશીનની મદદથી તેનો રસ કાઢો. તે રસને કોટનની મદદથી ગળાના કાળાભાગ પર લગાવો. 15 મિનિટ પછી તેને ધોઈ નાંખો.