ગુજરાતનું સ્વર્ગ એટલે ડાંગ.. અહીંની આ તસ્વીર કુદરતની સુંદરતાનો સાક્ષાત્કાર કરાવી રહી છે

|

Jul 05, 2022 | 12:15 PM

ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય માણવા આવતા પરવાસીઓ સાથે અનિચ્છનિય બનાવ ન બને અને જાહેર માર્ગો ઉપર યાતાયાત નિર્વિઘ્ને ચાલુ રહે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર પોલીસ વિભાગ જહેમત ઉઠાવી રહ્યુ છે.

1 / 6
ચોમાસામાં ડાંગમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. કુદરતના નયનરમ્ય સ્વરૂપને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ ઋતુમાં ડાંગમાં ઉમટે છે. પ્રવાસન સ્થળમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને પ્રવાસીઓની સુવિધાને લઈ વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે.

2 / 6
છેલ્લા 10 દિવસ થી જિલ્લામા પડી રહેલા સાર્વત્રિક વરસાદને પગલે આદિવાસી ખેડૂતો ખેતી કામમા જોતરાઈ ગયા છે. ગત દિવસોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદને પગલે જિલ્લાની મુખ્ય નદીઓ, અનેક નાળા, કોતરો, અને ઝરણાઓમા નવા નીર જોવા મળી રહ્યા છે.

3 / 6
ચારે તરફ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું  છે. ડાંગ જિલ્લામાં ચોમાસુ જામતા  પર્વતીય વિસ્તારમાં ગિરિમાળાની સમગ્ર વન્ય સૃષ્ટિ ખીલી ઉઠી છે.

4 / 6
ચારેકોર હરિયાળી, ધુમ્મસ, વાદળો, ડુંગરો ઉપરથી નીચે ખીણમા ખાબકતા અનેક નાના મોટા જળધોધ સક્રિય બન્યા છે. ડાંગ જિલ્લામાં કુદરતે વિખેરેલ પ્રાકૃતિક સૌંદર્યને માણવા પ્રકૃતિપ્રેમીઓ ડાંગ ની મુલાકાત લઈ રહ્યા છે.

5 / 6
પર્વતીય પ્રદેશ એવા ડાંગ જિલ્લામાં અનેક નાના મોટા ધોધ આવ્યા છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે અંજન કુંડ ધોધ ધ્યાન ખેંચી રહ્યો છે.

6 / 6
સલામતીના કારણોસર જિલ્લા કલેકટર ભાવિન પંડ્યાએ પણ પર્યટકોને, વન વિસ્તારમા નદી, નાળા, જળધોધ પાસે જોખમી રીતે સેલ્ફી અને ફોટોગ્રાફી ન કરવાની અપીલ કરી છે.

Published On - 8:06 am, Tue, 5 July 22

Next Photo Gallery