
આ દિવસોમાં નીતુ કપૂર તેના આગામી શો 'ડાન્સ દીવાને જુનિયર'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આજે સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

શોના પ્રમોશન દરમિયાન ડાન્સિંગ સેન્સેશન અને એક્ટ્રેસ નોરા ફતેહી પણ જોવા મળી હતી. તેના સિવાય કોરિયોગ્રાફર માર્ઝી અને શો હોસ્ટ કરણ કુન્દ્રા પણ જોવા મળ્યા હતા.

શોના પ્રમોશન દરમિયાન સ્ટેજ પર બધાએ જોરદાર ડાન્સ કર્યો હતો. તમે અહીં તેમના ડાન્સની તસવીરો જોઈ શકો છો. નીતુ કપૂરને જોઈને એવું બિલકુલ નથી લાગતું કે તે 63 વર્ષની છે.

શોના પ્રમોશન દરમિયાન તમામ કલાકારો એકબીજા સાથે મસ્તી કરતા પણ જોવા મળ્યા હતા. નીતુ કપૂર પહેલીવાર ડાન્સિંગ રિયાલિટી શોને જજ કરતી જોવા મળશે. જોકે, તે ઘણી વખત ગેસ્ટ તરીકે શોનો ભાગ રહી ચૂકી છે.

કલર્સના શો 'ડાન્સ દીવાને જુનિયર'નો પ્રોમો લોન્ચ થોડા દિવસો પહેલા થયો હતો. જેમાં નીતુ કપૂર કોરિયોગ્રાફર માર્ઝી પેસ્તોનજી સાથે જોરદાર ડાન્સ કરતી જોવા મળી હતી.

કલર્સે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ શૉનો પ્રોમો રિલીઝ કર્યો હતો. જેમાં નીતુએ 'બચના એ હસીનો' ગીતની ધૂનમાં એન્ટ્રી કરી હતી અને કહ્યું હતું કે, 'દિવાનગી દિલ સે હોતી હૈ, ઉમ્ર સે નહીં...'