Gujarati News Photo gallery DAHOD : PM MODI to Inaugurate Smart City Dahod Project, Various Paintings of Gujarati Art Culture Made
DAHOD: PM MODI સ્માર્ટ સિટી દાહોદના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, ગુજરાતી કલા-સંસ્કૃતિના વિવિધ પેઈન્ટીંગ બનાવાયા
દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત પેઈન્ટિંગ કરવામાં આવી રહ્યું છે, વડાપ્રધાન મોદી સ્માર્ટ સિટી દાહોદના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે. અત્યાર સુધી ગુજરાતી સંસ્કૃતિ, ગરબા અને દાંડિયા અને ગુજરાતના ગ્રામ્ય જીવન પર ચિત્રો બનાવવામાં આવ્યા છે.
1 / 8
દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત પેઈન્ટિંગ કરવામાં આવી રહ્યું છે, વડાપ્રધાન મોદી પહેલી મેંના રોજ સ્માર્ટ સિટી દાહોદના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે. તેથી તળાવની આસપાસના વિસ્તારમાં પેઈન્ટિંગ કરવામાં આવી રહ્યું છે. નાઇટ માર્કેટ, એમપી થિયેટર, તળાવની બાઉન્ડ્રી વોલ અને તળાવની વિવિધ જગ્યાઓ પર પેઇન્ટિંગ અને ડેકોરેશન કરવાનું છે.
2 / 8
દાહોદ શહેરમાં અત્યાર સુધી ગુજરાતી સંસ્કૃતિ, ગરબા અને દાંડિયા અને ગુજરાતના ગ્રામ્ય જીવન પર ચિત્રો બનાવવામાં આવ્યા છે. આગામી થોડા દિવસોમાં, અમે તળાવની આસપાસ સમગ્ર ભારતની સંસ્કૃતિનું ચિત્રણ કરાશે. કાશ્મીરથી કન્યાકુમારી અને પૂર્વોત્તર ભારતથી રાજસ્થાન સુધી, અમે પર્યાવરણ અને પાણી બચાવવાનો સંદેશ આપતી પેઇન્ટિંગ સાથે તમામની સંસ્કૃતિ અને લોક કલાનું નિરૂપણ કરાશે.
3 / 8
કલાકારોએ કહ્યું કે " અમે ગ્લોસી એક્રેલિક પેઇન્ટનો ઉપયોગ કરીએ છીએ, જે દિવાલ પર લગભગ 5 વર્ષનું જીવન ધરાવે છે. આ રંગ જ્યારે રાત્રે તેના પર પ્રકાશ પડે છે ત્યારે તે ચમકે છે."
4 / 8
અત્યારે દાહોદમાં 5 માણસો રોકાયેલા છે અને અમે જરૂરિયાત મુજબ વધારો કરાશે. કારણ કે 16000 ચોરસ ફૂટનું કામ 25મી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાનું છે. આ સ્માર્ટ સિટી પ્રોજેક્ટની દેખરેખ રાખતા હુસૈન ભાટિયાજીએ અગાઉનું કામ જોઈને ચિત્રકારોને દાહોદ બોલાવ્યા હતા.
5 / 8
આ બાબતે કલાકારો જણાવે છેકે "આખી થીમ સંસ્કૃતિ વિશે છે. ગુજરાતી સંસ્કૃતિની સાથે દેશના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિને પણ દર્શાવવામાં આવશે. અમે એક સ્ટાર્ટઅપ કંપની છીએ, અમારી કામ કરવાની રીત નવીન છે, તેથી જ સરકારે અમને સ્ટાર્ટઅપની માન્યતા આપી છે. અમે દાહોદ રેલવે વર્કશોપમાં પણ કામ કર્યું છે અને દાહોદનો આ બીજો પ્રોજેક્ટ છે. આ પછી શહેરના અન્ય વિસ્તારોમાં ગૌરવ ગુજરાતની થીમ પર પેઇન્ટિંગ કરવામાં આવનાર છે."
6 / 8
અત્યાર સુધી અલગ-અલગ જગ્યાએ લગભગ 10 લાખ ચોરસ ફૂટ પર કામ કરાયું છે. જેમાં રેલવેના રતલામ ડિવિઝનમાં તમામ રેલવે સ્ટેશન, ભુસાવલ જલગાંવ સ્ટેશન, અયોધ્યા, ઉજ્જૈન, નીમચ, મંદસૌર શહેર, દાહોદ રેલવે વર્કશોપનો સમાવેશ કરવામાં આવ્યો છે.
7 / 8
ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર કેનવાસ પેઇન્ટિંગ લગાવવાનું કામ પણ કરવામાં આવશે. વોલ પેઈન્ટીંગ ઉપરાંત અમે સ્કલ્પચર, સ્ટેચ્યુ મેકિંગ, કેનવાસ પેઈન્ટીંગ પણ આ કલાકારો દ્વારા કરવામાં આવે છે.
8 / 8
કલાકારોએ કહ્યું કે "અમે દાહોદ રેલવે વર્કશોપમાં પણ કામ કર્યું છે અને દાહોદનો આ બીજો પ્રોજેક્ટ છે. આ પછી શહેરના અન્ય વિસ્તારોમાં ગૌરવ ગુજરાતની થીમ પર પેઇન્ટિંગ કરવામાં આવનાર છે."
Published On - 8:55 pm, Mon, 10 April 23