
ફિક્સ્ડ ડિપોઝિટ વ્યાજ દરોમાં ફેરફાર થશે: RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ મોટાભાગની બેંકોએ FDના વ્યાજદરમાં ઘટાડો કરવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત હોમ લોનના વ્યાજદરમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. તાજેતરમાં ઘણી બેંકોએ FD પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. હવે માર્ચમાં પણ આવું થવાની ધારણા છે.

UPI પેમેન્ટ માટે નવા નિયમો: UPI દ્વારા વીમા પ્રીમિયમ ભરવાનો નવો નિયમ 1 માર્ચથી અમલમાં આવ્યો છે. વીમા-ASBA સુવિધા હેઠળ, પોલિસીધારકો તેમના બેંક ખાતામાં વીમા પ્રીમિયમની રકમ બ્લોક કરી શકે છે. જો વીમા કંપની દરખાસ્ત સ્વીકારે છે, તો રકમ આપોઆપ કપાઈ જશે. જો ઑફર નકારવામાં આવે છે, તો આ રકમ એકાઉન્ટમાં ફરીથી અનબ્લોક કરવામાં આવશે.

ટેક્સમાં ફેરફાર પણ ટેક્સપેયરને રાહત: ટેક્સ સ્લેબ અને TDSની નવી મર્યાદા માર્ચ 2025 થી અમલમાં આવી શકે છે, જે કરદાતાઓને રાહત આપશે. સરકારે ટેક્સ માળખામાં ફેરફાર કરવાનો સંકેત આપ્યો છે, જેના કારણે મધ્યમ વર્ગ અને પગાર વર્ગના લોકોને ટેક્સમાં થોડી રાહત મળી શકે છે.

GST પોર્ટલની સુરક્ષા મજબૂત કરવામાં આવશે: GST પોર્ટલને હવે વધુ સુરક્ષિત બનાવવામાં આવી રહ્યું છે. વેપારીઓએ હવે મલ્ટિ-ફેક્ટર ઓથેન્ટિકેશનનું પાલન કરવું પડશે, જે ઑનલાઇન GST પ્રક્રિયાને પહેલા કરતાં વધુ સુરક્ષિત બનાવે છે. આ માટે, વ્યવસાય માલિકોએ તેમની IT સિસ્ટમ અપડેટ કરવી જરૂરી રહેશે.

માર્ચમાં બેંકો 14 દિવસ બંધ: માર્ચમાં બેંકો 14 દિવસ બંધ રહેશે. તહેવારોના કારણે સાત દિવસ અને સાપ્તાહિક રજાઓના કારણે સાત દિવસ બેંકો બંધ રહેશે. માર્ચમાં 5 રવિવાર છે. માર્ચ મહિનામાં હોળીના તહેવારને કારણે બેંકો 2 દિવસ બંધ રહેશે.
Published On - 11:12 am, Sat, 1 March 25