
બિપરજોય વાવાઝોડાને કારણે કચ્છમાં સૌથી વધારે નુકસાન થયું હતું. આ તસ્વીરમાં ભુજ-નલિયા હાઈવે પર જેસીબી દ્વારા ઝાડ હટાવવાની કામગીરી થતી જોવા મળી રહી છે.

બિપરજોય વાવાઝોડાને કારણે માંડવીમાં જોરદાર વરસાદ પડયો હતો. આ તસ્વીરમાં માંડવીમાં વરસાદના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

બિપરજોયને કારણે મુંબઈના તટીય વિસ્તારોમાં ઊંચા ઊંચા દરિયાઈ મોજા જોવા મળી રહ્યા હતા.

બિપરજોયની આફતને કારણે તટીય વિસ્તારોના ઘરોને ખાલી કરાવવામાં આવ્યા હતા. આ વિસ્તરોમાં ઘરોમાં દરિયાઈ પાણી ઘૂસી ગયા હતા.

બિપરજોય વાવાઝોડાને કારણે ધોધમાર વરસાદ પણ પડયો હતો. માંડવીના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. આ કર્મચારીઓ રસ્તા પરથી ક્ષતિગ્રસ્ત ઝાડ હટાવવાની કામગીરી કરી રહ્યા હતા.

દીવમાં વાવાઝોડાના કારણે 100 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવનો ફૂંકાયો હતો. જેને કારણે ઘણા નુકશાનના દ્રશ્યો સામે આવ્યા હતા.

ગુજરાતમાં ઘણી રેસ્ટોરેન્ટની છત, હોર્ડિગ અને બિલબોર્ડસ ક્ષતિગ્રસ્ત થયા હતા.

વાવાઝોડાના કારણે દ્વારકામાં પણ જબરદસ્ત નુકસાન થયું હતું. દ્વારકામાં મશીનથી ઉખડી પડેલા ઝાડ કાપીને હટાવવામાં આવ્યા હતા.

બિપરજોયને કારણે કચ્છમાં સ્વામીનારાયણ મંદિરનો હોલ ક્ષતિગ્રસ્ત થયો હતો.

ગાંધીધામમાં બિપરજોયને કારણે ઉખડેલા ઝાડથી રસ્તાઓ બ્લોક થયા હતા.