
ટેરેસ પર કેરી, કેળા, પપૈયા, જામફળ અને લીંબુની ખેતી શરૂ કરતા પહેલા, ભૂલથી પણ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરશો નહીં. તેની ખેતી માટે હંમેશા ગાયનું છાણ અને વર્મી કમ્પોસ્ટ ભેળવીને જમીનમાં નાખો. જેના કારણે છોડ ઝડપથી વધે છે અને ફળ પણ જલદી આવવા લાગે છે.

અગાસી પર કાયમી ધોરણે ખેતી કરવા માટે થાંભલાની મદદથી 2 ફૂટ ઊંચા RCCના ક્યારા બનાવો. પછી આ ક્યારામાં માટી નાખો અને તેમાં ગાયનું છાણ મિક્ષ કરી દો. ત્યારબાદ તમે આ ક્યારામાં કોઈપણ શાકભાજી કે ફળોની ખેતી સરળતાથી કરી શકો છો.

આ સિવાય તમે શાકભાજીની છાલનો પણ ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો. તે કાર્બનિક ખાતર તરીકે પણ કામ કરે છે.