શું કાચા તેલની તેજી સામાન્ય માણસના ખિસ્સા પર ‘કાતર’ ફેરવશે ? 35 વર્ષના ઇતિહાસમાં ચોથી વખત સર્જાયો આ ‘ખતરનાક ટ્રેન્ડ’

શું તમે ક્યારેય વિચાર્યું છે કે,હજારો કિલોમીટર દૂર પશ્ચિમ એશિયામાં સર્જાયેલો તણાવ તમારા ઘરના શાંત બજેટને કઈ રીતે હચમચાવી શકે છે? અત્યારે આખી દુનિયાની નજર કાચા તેલના ઉકળતા ભાવ પર છે, જેણે ફરી એકવાર સૌને ચિંતામાં મૂકી દીધા છે.

| Updated on: Mar 20, 2026 | 8:05 PM
1 / 6
પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવની વચ્ચે કાચા તેલની કિંમતો ફરી એકવાર પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી ગઈ છે. વધી રહેલ તેલની કિંમતો વચ્ચે તાજેતરના ડેટા અને જૂના ટ્રેન્ડ્સ એક મહત્વપૂર્ણ સંકેત આપી રહ્યા છે. જો ટેકનિકલ ડેટા પર નજર કરીએ તો, જ્યારે પણ કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 80 ડોલરની ઉપર જાય છે, ત્યારે આ સ્તરથી ભાવ નીચે આવવામાં મહિનાઓ લાગી જાય છે, એટલે કે સસ્તા કાચા તેલ માટે લાંબી રાહ જોવી પડે છે.

2 / 6
આંકડા અને ટ્રેન્ડ સૂચવે છે કે, 80 ડોલરથી ઉપર ગયેલ તેલની કિંમતોમાં ઘટાડો આવતા લગભગ એક વર્ષ જેટલો સમય લાગી જાય છે. આ જ કારણ છે કે, બજારમાં તેલના વધતા ભાવ સાથે ડર વધી રહ્યો છે અને અસ્થિરતા ફેલાઈ રહી છે. લાંબા સમય સુધી જ્યારે તેલ ઊંચા સ્તરે રહે છે, ત્યારે તેની અસર માત્ર પેટ્રોલ-ડીઝલ સુધી મર્યાદિત નથી રહેતી પરંતુ સમગ્ર અર્થતંત્ર પર ઘણા સ્તરો એ તેની અસર જોવા મળે છે.

3 / 6
એમ્બિટ બ્રોકરેજ હાઉસના રિપોર્ટના આંકડા મુજબ, છેલ્લા 35 વર્ષમાં આ ચોથી વખત છે, જ્યારે કાચું તેલ 80 ડોલરની ઉપર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ અગાઉ વર્ષ 2007-08, વર્ષ 2010-14 તેમજ વર્ષ 2021-23 દરમિયાન પણ આવું બન્યું હતું અને દરેક વખતે કિંમતો લાંબા સમય સુધી ઊંચી રહી હતી. બીજું કે, જ્યારે પણ તેલ 80 ડોલરની સપાટી વટાવે છે,  ત્યારે તે 12 મહિના કે તેથી વધુ સમય સુધી તે સ્તરથી નીચે આવતું નથી.

4 / 6
ભૂતકાળમાં એક તબક્કામાં તેલની કિંમતો 13 મહિના સુધી ઊંચી રહી હતી, બીજા તબક્કામાં તેલનો ભાવ 50 મહિના સુધી 80 ડોલરની ઉપર રહ્યો હતો, જ્યારે તાજેતરના તબક્કામાં પણ લગભગ 19 મહિના સુધી કિંમતો ઊંચા સ્તરે હતી. આ ટ્રેન્ડના આધારે અનુમાન લગાવી શકાય છે કે, શુક્રવારે 107 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહેલી તેલની કિંમતોમાં જલ્દી ઘટાડો નહીં આવે.

5 / 6
બ્રોકરેજ રિપોર્ટ અનુસાર ગ્લોબલ કોમોડિટી ઇન્ડેક્સમાં 10 ટકાનો વધારો ભારતનો WPI 5.7 ટકા સુધી વધારી શકે છે. તેલની કિંમતોની અસર મોંઘવારી પર સામાન્ય રીતે એક મહિનાના વિલંબ સાથે જોવા મળે છે, એટલે કે તેલની કિંમતોમાં તેજી એક મલ્ટી-લેયર ઇન્ફ્લેશન ટ્રિગર બની જાય છે. એવામાં જ્યારે તેલ મોંઘું થાય છે, ત્યારે કંપનીઓના માર્જિન પર સીધી અસર પડે છે, ખાસ કરીને એવા સેક્ટર્સ જે કાચા માલ અને લોજિસ્ટિક્સ પર વધુ નિર્ભર છે. રિપોર્ટ મુજબ, પાછલા ત્રણ હાઈ-ઓઈલ ફેઝમાં કંપનીઓના કાચા માલનો ખર્ચ 15% થી 40% સુધી વધ્યો હતો, જ્યારે ગ્રોસ માર્જિનમાં 78 થી 658 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો હતો.

6 / 6
ઝડપથી વધતા ભાવ વચ્ચે કેટલીક કંપનીઓ તેમના ઉત્પાદનની કિંમત તરત જ વધારી શકતી નથી, જેના કારણે તેમનો નફો દબાઈ જાય છે અને આ માહોલની સૌથી વધુ અસર કેમિકલ્સ, સિમેન્ટ તેમજ બિલ્ડિંગ મટિરિયલ, ઓટો તેમજ FMCG સેક્ટર પર જોવા મળે છે.

Follow Us