
શહેર પોલીસ કમિશનર કહેવું છે કે હાલમાં ચોરીની ઘટનામાં વધારો થયો છે. જોકે વધી રહેલા ગુનાને અંકુશ લાવવા પણ કડક કાર્યવાહી કરવા તમામ અધિકારીઓને સૂચના આપી હતી.

મહત્વ નું છે કે પોલીસ કમિશનર કહ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો માટે પોલીસ સંવેદનશીલ રહે તેવી સૂચના આપી છે. નોંધનીય છે કે સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી દ્વારા માગેલ ખંડણી બનાવને પોલીસ કમિશનર દુઃખદ ધટના ગણાવી છે.

કમિશનરે કહ્યું કે સંડોવાયેલ પોલીસ સામે ફરિયાદ કરી અને તરત જ આરોપી ઝડપાયા હતા અને પોલીસ કર્મી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખંડણી માગનાર આવા પોલીસ કર્મી સામે કાર્યવાહી રહેમ રાખ્યા વિના કરવામાં આવશે. જે તમામ લોકોને સૂચના આપી છે.
Published On - 8:21 pm, Thu, 14 September 23