Zimbabwe World Record : ઝિમ્બાબ્વેએ એક T20 મેચમાં તોડ્યા 7 વર્લ્ડ રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના 4 રેકોર્ડ પણ તોડ્યા

|

Oct 23, 2024 | 8:29 PM

T20 ઈન્ટરનેશનલમાં ઝિમ્બાબ્વેએ કમાલ-ધમાલ મચાવી દીધી છે. આ ટીમે T20 વર્લ્ડ કપ આફ્રિકા ક્વોલિફાયરમાં ગામ્બિયા સામે 344 રન બનાવ્યા હતા. આ વિસ્ફોટક પ્રદર્શન બાદ ઝિમ્બાબ્વેએ 7 રેકોર્ડ તોડ્યા છે, જેમાંથી 2 ટીમ ઈન્ડિયાના પણ છે. ઝિમ્બાબ્વેએ આ મેચમાં બેટિંગ, બોલિંગ અને ટીમ તરીકે ઘણા મોટા રેકોર્ડ તોડ્યા છે. ઝિમ્બાબ્વેની આ જીતમાં સિકંદર રઝાએ સદીનું તોફાન બતાવ્યું અને આ ટીમ T20 મેચ સૌથી મોટા અંતરથી જીતનારી ટીમ પણ બની. ચાલો તમને જણાવીએ કે ઝિમ્બાબ્વેએ કયા રેકોર્ડ તોડ્યા છે.

1 / 7
ઝિમ્બાબ્વેએ T20 ઈન્ટરનેશનલમાં 344 રન બનાવ્યા અને આ ફોર્મેટમાં સૌથી વધુ સ્કોર બનાવનારી સંપૂર્ણ સભ્ય ટીમ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ ટીમ ઈન્ડિયાના નામે હતો. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે 297 રન બનાવ્યા હતા.

2 / 7
ઝિમ્બાબ્વેએ 344 માંથી માત્ર છગ્ગા અને ચોગ્ગાની મદદથી 282 રન બનાવ્યા હતા, જે એક વિશ્વ રેકોર્ડ છે. આ રેકોર્ડ ટીમ ઈન્ડિયાના નામે હતો. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની T20 મેચમાં બાઉન્ડ્રીથી 232 રન ફટકાર્યા હતા.

3 / 7
ઝિમ્બાબ્વેએ ગેમ્બિયા સામે 57 બાઉન્ડ્રી ફટકારી હતી. ઝિમ્બાબ્વે T20 મેચની એક ઈનિંગમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનારી ટીમ બની ગઈ છે. આ રેકોર્ડ અગાઉ ટીમ ઈન્ડિયાના નામે હતો. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે 47 બાઉન્ડ્રી ફટકારી હતી.

4 / 7
ઝિમ્બાબ્વેએ ગેમ્બિયા સામે 27 છગ્ગા ફટકાર્યા હતા. T20 ઈન્ટરનેશનલમાં એક ઈનિંગમાં આ સૌથી વધુ સિક્સરનો આ વર્લ્ડ રેકોર્ડ છે. ઝિમ્બાબ્વેએ નેપાળનો 26 છગ્ગાનો રેકોર્ડ તોડ્યો હતો.

5 / 7
ઝિમ્બાબ્વેએ ગેમ્બિયા સામે માત્ર 12.5 ઓવરમાં 200 રન પૂરા કર્યા હતા. ઝિમ્બાબ્વે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 200 રન બનાવનારી ટીમ બની ગઈ છે. આ પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના નામે હતો. દક્ષિણ આફ્રિકાએ 13.5 ઓવરમાં આ કામ કર્યું હતું.

6 / 7
ઝિમ્બાબ્વેએ ગેમ્બિયા પર 290 રને જીત મેળવી હતી, આ T20 ક્રિકેટ ઈતિહાસની સૌથી મોટી જીત છે.

7 / 7
ઝિમ્બાબ્વેની આ જીતમાં સિકંદર રઝાએ 33 બોલમાં સદી ફટકારી હતી. તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી કરનાર બેટ્સમેન બની ગયો છે. તેણે 35 બોલમાં સદી ફટકારનાર રોહિત શર્મા અને ડેવિડ મિલરનો રેકોર્ડ તોડ્યો હતો. (All Photo Credit : PTI / Getty Images)

Next Photo Gallery