
આ અંગે યુવરાજે કહ્યું હતું કે, 'કોલેક્શન પર મારી પ્રથમ NFT સ્પેસ સફર શેર કરવા માટે હું ખાસ કરીને ઉત્સાહિત છું. આવા નવા પ્લેટફોર્મ પર મારા ચાહકો સાથે જોડાવું રોમાંચક છે અને બેટ સાથે મારી પ્રથમ સદી જેવી મારી કેટલીક કિંમતી વસ્તુઓ શેર કરવા માટે ઉત્સુક છું.

યુવી ભારતીય ક્રિકેટ ટીમમાં 2000 ના વર્ષમાં જોડાયો હતો અને 2017 સુધી ટીમનો હિસ્સો રહ્યો હતો. તેણે કેન્યા સામે વન ડે ડેબ્યૂ કર્યુ હતુ. તેણે 304 વન ડે આંતરરાષ્ટ્રીય રમીને 8701 રન નોંધાવ્યા હતા.

T20 વિશ્વકપ 2007 માં તેણે ઇંગ્લેન્ડ સામેની મેચમાં છ બોલમાં છ છગ્ગા લગાવવાનુ કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ. જે ભારતીય ક્રિકેટ ચાહકો માટે યાદગાર પળ છે અને આજે પણ સિક્સરને લઇને ચર્ચામાં તે પળને અચૂક યાદ કરવામાં આવે છે. સાથે જ યુવીને સિક્સર કિંગ તરીકે ઓળખવામાં આવે છે.