
વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર 171 રનની ઈનિંગ રમીને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં જોરદાર એન્ટ્રી કરી હતી. શાનદાર અંદાજમાં ક્રિકેટ રમવા માટે જાણીતો ડાબા હાથના બેટ્સમેન યશસ્વી જયસ્વાલના પરિવારના પણ સારા દિવસો શરુ થયા છે.

મુંબઈમાં છેલ્લા 2 વર્ષથી ભાડાના ફ્લેટમાં રહેતો યશસ્વીનો પરિવાર હવે 5 BHKના ફ્લેટમાં શિફ્ટ થયો છે. ઐતિસાહિક ટેસ્ટ ડેબ્યૂ બાદ તેના પરિવારને તેણે આ ગિફ્ટ આપી છે. તેના નવા ઘરમાં તેની માતા અને ભાઈ ટીવી પર યશસ્વીની બેટિંગ જોતા જોવા મળી રહ્યા છે.

યશસ્વી જયસ્વાલના માતાનું નામ કંચન જયસ્વાલ છે. તેના પિતાનું નામ ભુપેન્દ્ર જયસ્વાલ છે. યશસ્વી જયસ્વાલના પરિવારમાં તેના માતા પિતા સિવાય જયસ્વાલને 1 મોટો ભાઈ તેજસ્વી જયસ્વાલ છે. તેમજ તેને 2 બહેનો પણ છે. તેના પરિવારે તેને ક્રિકેટ રમવા માટે ઘણો સ્પોર્ટ કર્યો હતો.

જયસ્વાલને વર્ષ 2020માં રાજસ્થાન રોયલ્સે રૂ. 2.40 કરોડમાં ખરીદ્યો હતો અને આગલા વર્ષે પણ આટલી જ રકમમાં તેને જાળવી રાખ્યો હતો. વર્ષ 2022 થી તેની કમાણી વધી છે અને રાજસ્થાને તેને વર્ષ 2022 અને 2023 માટે 4 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

જયસ્વાલે અત્યાર સુધી આઈપીએલમાંથી 12 કરોડ અને 80 લાખ રૂપિયાની કમાણી કરી છે.વર્ષ 2023માં તેની કુલ નેટવર્થ અત્યાર સુધીમાં 23 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે.